શ્રી શાપર કુમાર શાળા
My blogs
| Industry | Education |
|---|---|
| Location | જામનગર, ગુજરાત, India |
| Introduction | નમસ્કાર. શિક્ષણની આ નવતર યાત્રામાં આપનું સ્વાગત છે. વિદ્યાપ્રાપ્તિ એ સર્વ મનુષ્યોનો અબાધિત અધિકાર છે. 'ભારત' એ જ્ઞાનની ધરતી છે. 'भा' અર્થાત્ જ્ઞાન અને 'रत' અર્થાત્ લીન હોવું. જ્ઞાન પ્રાપ્તિમાં લીન રહેનાર પ્રજાની ભૂમિ એટલે ભારતવર્ષ. આ મહાન રાષ્ટ્ર યુગો યુગોથી આ પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ ધરાવે છે. ભારત સનાતન છે, સદાકાળ છે. અહીં વાલ્મિકી, વશિષ્ઠ, દ્રોણ, સાંદિપની, પરશુરામ, ચાણક્ય જેવા અનેક ગુરુશ્રેષ્ઠ થઈ ગયા. પોતાનાં જ્ઞાનની અવિરત ધારાઓ વહેવડાવી તમામ વિષયોમાં પોતાનું સમૃદ્ધ સાહિત્ય સર્જન કર્યું. જ્ઞાનનાં પ્રકાશને અને આ અમૂલ્ય વારસાને આગળ ધપાવવાનું મહાન દાયિત્વ અમને મળ્યું છે, જે બદલ અમે પોતાને ખૂબ ભાગ્યશાળી સમજીએ છીએ. સંસ્કૃત ભાષા ન માત્ર તમામ ભાષાઓની જનની છે, પરંતુ વૈદિક સભ્યતા પણ અહીંથી જ પાંગરી છે. અમારી શ્રી શાપર કુમાર શાળામાં શ્રાવણ કૃષ્ણ પક્ષ ચતુર્થી, 13, ઑગસ્ટ, 1892 થી જ્ઞાનની સરવાણી વહી રહી છે. આ શૈક્ષણિક બ્લોગનું નામ શું રાખવું એ ખૂબ વિચારણીય હતું. અમારો ધર્મ વિદ્યાદાનનો છે. સંપતિ દાન કરતા પણ આ શ્રેષ્ઠ દાન છે. આથી અમારા આ બ્લોગનું નામ સંસ્કૃત ભાષામાં 'विद्यादानम्' રાખવામાં આવ્યું. આશા છે કે આ બ્લોગનાં માધ્યમથી આપ સૌ જ્ઞાનયજ્ઞમાં જોડાશો. જય ભારત |

