Vijay J Savani

My blogs

About me

Gender Male
Industry Arts
Location સુરત, ગુજરાત, India
Introduction પરિચય શું આપું દોસ્તો? જાણો કે ના જાણો તોયે શું ફરક પડે?, જે થવાનું હતું તે થઇ ગયું, ધક્કો વાગ્યો કાંચ 'ને તિરાડ પડી ગઈ, સાંધી ને સાચવો તોયે શું ફરક aપડે?, ધરતી ફાટે ને રડે આભ, આ'ભ' ના આંસુ એ દરિયો થાય હજી ખારો તોયે શું ફરક પડે? દરિદ્રતા ની વીતી ગયેલી ક્ષણો આવશે નહિ પાછી, હવે લાખ વૈભવ મળે તોયે શું ફરક પડે?,
Interests કલાભુમી માં મને ખુબજ રસ છે, આમ તો મને શબ્દો ખુબજ પ્રિય છે એટલે વાંચન ની સાથે સાથે લેખન પણ કરવું ગમે છે બાકી હરવું ફરવું કોને નાં ગમે? ગીત ગાવા અને સંગીત સંભાળવું અને સાથે સાથે કોઈ સારી રચના કરી એની ધૂન બનાવીને આખું ગીત કમ્પોસ કરવાની મજા જ કંઈક ઓર છે, અવનવી વાનગી ખાવી અને ખવડાવવી એ મારો શોખ છે બાકી ભગવાને એક જીંદગી આપી છે તો બીજો વિચાર શું કરવો? બસ ખુશ રહેવું અને ખુશ રાખવા એ જ મારો શોખ છે.
Favorite Movies મારી ફેવરીટ હિન્દી મુવી માં બડે દિલવાલા, પુષ્પક, કોશિશ, મર્ડર, થ્રી ઈડિયટ, જેવી ફિલ્મો નો સમાવેશ થાય છે, તથા ગુજરાતી માં નરેશભાઈ કનોડિયા અને સ્નેહલતાબેન તથા હિતેનકુમાર ના ફિલ્મો જોવા ગમે છે, અને હોલીવુડ મુવીસ માં અવતાર, ધ ઈટાલીયન જોબ, બેબીસ ડે આઉટ, હોમ અલોન, અને મને પ્રિય એવી જોકર ની એક્ટિંગ વાળું મુવી 'ધ ડાર્ક નાઈટ' ખુબજ ગમે છે. બાકી ટાઈમ-પાસ કરવા ગમે તે જોઈ નાખીએ.
Favorite Music હિન્દી ગીત-સંગીત ની દુનિયામાં આમ તો મારા પ્રિય એ.આર.રહેમાન ભાઈ છે પણ મને આપડા હિમેશભાઈ રેશમિયા નું સંગીત ખુબ જ ગમે છે, વધુમાં મને અલ્તાફ રાજા અને હસન જહાંગીર ના ગીતો ખુબજ પ્રિય છે. અને ગુજરાતી ગીત-સંગીત ની દુનિયામાં અરવિંદભાઈ રાઠોડ ના અને દિવાળી બેન ભીલ ના કંઠે ગવાયેલ ગીતો સંભાળવા ખુબજ ગમે છે. બાકી આમ તો દર્દ ભર્યા ગીતો લખવા ગમે છે, કેમ કે દર્દ ભર્યા ગીતો જયારે બને છે ત્યારે એ હીટ જાય છે.
Favorite Books મારી મનપસંદ બુક માં શ્રી કૃષ્ણ જીવન પર આધારીત પુસ્તકોનો સમાવેશ થાય છે, કામણગારો કાનુડો(જૂની), શ્રી કૃષ્ણ નું જીવન સંગીત(ગુણવંત શાહ) અને કૃષ્ણ મેરી દ્રષ્ટિ મેં(ઓશો) આ મને ખુબ જ પ્રિય રચનાઓ છે, વધુમાં હરકિશન મહેતાની નોવેલ વાંચવી ગમે છે, ભેદ ભરમ એમની એક ખાસ છે, બાકી આમ તો મેં ઘણા બધા પુસ્તકો વાંચી નાખ્યા છે અને બિજનેસ મેનેજમેન્ટ ને લગતા પુસ્તકો વાંચી રહ્યો છું અને બે નવલકથા લખી પણ રહ્યો છું, એક નવલકથા નું નામ 'સપનાનો વેપારી' છે અને બીજી નું નામ હાલ પુરતું નવલકથા રાખેલ છે બાકી સારું નામ તમે સુચવી શકો છો .