Harry
My blogs
| Gender | Male |
|---|---|
| Industry | Education |
| Occupation | જે હું જાણું છું તેને વહેંચવું |
| Location | અમદાવાદ, ગુજરાત, India |
| Introduction | અંગ્રેજીમાં મને પહેલેથીજ રસ છે એવું જો તમે માનતા હોવ તો એ હળા હળ જુઠ છે તેમ કહી શકાય, ધોરણ ૧૦ માં અને ધોરણ ૧૨ માં મેં અંગ્રેજી અને હિન્દી એમ બે વિકલ્પોમાંથી હિન્દી વિષય પસંદ કરેલો, કારણ માત્ર એકજ હતું કે હિન્દી વિષય જેને મુખ્ય હોય તેને જાજુ વાંચવું ના પડે અને રખડવા વધારે મળે. સ્વામિનારાયણ ગુરુકુળ - રાજકોટ માં મેં ધોરણ ૮, ૯ અને ૧૦ અને ૧૧, ૧૨ મેં વિરાણી હાઈ સ્કુલ માં પૂરું કર્યું... અંગ્રેજી મારો જરા પણ રસનો વિષય ના હતો (આજે પણ વિચાર કરું છું કે કેમ ના હતો, પણ જવાબ જડતો નથી - કદાચ આસ-પાસ ની પરિસ્થિતિ એવી હશે) ૧૨મુ ધોરણ પૂરું થયા પછી ૧ વર્ષ સુધી તો મેં ભટક્યા સિવાય કશું જ ના કર્યું અને ભટકવામાં ને ભટકવામાં મને ત્યારે એમ લાગતું કે કશું જ હાથમાં ના આવ્યું પણ અત્યારે મને એવું લાગે છે કે એ ૧ વર્ષ માં મને ઘણું બધું મળ્યું હતું અને એમ પણ કહી શકું કે મારી જિંદગીનો રસ્તો એ એક વર્ષે બદલી નાખ્યો. પછી તો ખબર નહિ અમુક વિષયો માં એકદમ વધારે રસ પડ્યો કે જેને વાંચવા અંગ્રેજીનો સહારો લેવો પડ્યો અને બસ તે'દીની ઘડી ને આજનો દિ... સૂર્ય બસ ચડવામાં જ છે. ૨૦૦૫ ની સાલ થી મેં અંગ્રેજી ભણાવવાનું શરુ કર્યું અને આજે ૫ વર્ષે પણ એ જ જોમ થી મને ભણાવવાની મજા આવે છે અને અત્યારે તો એવું લાગે કે ખાવ નહિ તો ચાલે પણ ભણાવ્યા વગર ના ચાલે. |
| Interests | રસ...??? સવાલ જ નથી ને... શીખવવામાં જ હોય ને.. |
| Favorite movies | જેટલો ફિલ્મો જોવાનો શોખ હતો તેટલો જ અત્યારે નથી... કંટાળો આવે ફિલ્મ જોવાનો.... ખબર નહિ કેમ પણ જેટલું પહેલા મન થતું એટલું જ હવે નથી થતું. |
| Favorite music | સંગીત નો શોખ મને જબરો છે, સંગીત મને ઘણી વખત ડોલાવે છે. મીરાબાઈ થી લઇ ને નરસૈયો અને નંદ સંતો ના ભજનો ના ઊંડા અર્થ અને તેની સાથે વાગતું સંગીત - આહા... નશો ચડી જાય ઘણી વખત અને ઘણી વખત આંખ માંથી આંસુ પણ રોકાયા ના રોકાય... ખરેખર સંગીત વગર મને ઘણું બધું અધૂરું લાગે આ જિંદગીમાં... |
| Favorite books | જેને મને વાંચવામાં રસ લેતો કર્યો એ પહેલી બૂક હતી "મારા અનુભવો - સ્વામી સચ્ચિદાનંદ". પછી તો ઘણી બુક્સ વાંચી. હું ખબર નહિ પણ એવી યાદી તૈયાર નથી કરી શકતો કે મારી મનપસંદ બૂક કઈ. (કદાચ એવું પણ બની શકે કે મનપસંદ કશું હજુ આવ્યું જ નથી) |
