Rajiv Gohel / "રાજીવ"
My blogs
| Gender | Male |
|---|---|
| Location | Melbourne, VIC, Australia |
| Introduction | રાજકોટ જેવા રંગીલા શહેરમાં જન્મ લઇ, પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં, ત્યારબાદ માધ્યમિક શિક્ષણ જુનાગઢમા પતાવી, સંસ્કારી નગરી આવી એમ. એસ. યુનીમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજીમાં કોમ્પ્યુટર એન્જીનિયરીંગનો અભ્યાસ પતાવી ૨૦૦૦ની સાલમાં વાસદની એસ.વી.આઇ.ટી. એન્જીનિયરીંગ કોલેજમાં કોમ્પ્યુટર એન્જીનિયરીંગ શાખામાં લેકચરર તરીકે લગભગ ૬ વરસ સેવા આપ્યા બાદ વધુ અભ્યાસ અર્થે મેલબોર્નની વિશ્વવિખ્યાત સ્વિનબર્ન યુનિ ઓફ ટેકનોલોજીમાં માસ્ટર ઓફ ઇન્ફોરમેશન ટેકનોલોજીનો કોર્ષ કરવા આવ્યો છુ. દિલના આંસુઓથી કાગળ પલાળવવાનુ ક્યારે ચાલુ કર્યુ તે દિવસ, તે ક્ષણ યાદ નથી પણ ખાસા દસેક વરસ પહેલા લખવાનૂ ચાલુ કર્યુ હતુ અને કોલેજ કાળમાં તો એક નશો હતો લખવાનો, પ્રેમ કરવાનો અને જીવનના બધાજ અનુભવો કરી લેવાનો...! હું ખુબ ચિક્કાર જીવ્યો છું... ખુબ પ્રેમ કર્યો છે... ખુબ દુઃખો સહન કર્યા છે... જીવનમાં અનેક ભુલો કરી છે... અનેક લોકોને મેળવ્યા છે અને લગભગ બધાને ગુમાવીને કઇ કેટ્લાય અનુભવો નો ખજાનો ભરી બેઠો છું...! અને છતાં હું જીવન વિશે, પ્રેમ વિશે કે સંબંધ વિશે કઇ પણ નથી જાણતો...! અહી એક ખુબ સામાન્ય માણસ શ્વસી રહ્યો છે...! |
