ઉપાધ્યાય
My blogs
| Gender | Male |
|---|---|
| Introduction | એક માતબર ગાયક તરીકે અને એક સંગીતકાર તરીકે “પ્રકાશ ઉપાધ્યાય”નું નામ ગુજરાતી સુગમસંગીત જગતમાં જાણીતું છે. કવિ અને સંગીતકાર પિતાશ્રી રવિ ઉપાધ્યાયનો સંગીતનો અમૂલ્ય વારસો પ્રકાશભાઇને ગળથૂથીમાંથીજ મળ્યો છે એમ માની શકાય. રેડીયો - ટેલીવીઝન પરના ‘બહુરૂપી’, ‘યુવવાણી’, ‘યુવદર્શન’ અને ‘આવો મારી સાથે’ જેવાં કાર્યક્ર્મોમાં એક ઉગતા ગાયક કલાકાર તરીકે પ્રચલીત થયાં હતાં. ભારત, અમેરીકા અને ઇંગલેંડના વિવિધ શહેરોમાં, સુગમ સંગીતના સ્ટેજ પરનાં, ઘરમાં ‘બેઠક’નાં પ્રોગ્રામોમાં, સેંકડો કેસેટોમાં ગાયક અને આશરે 40 જેટ્લાં ગુજરાતી નાટ્કોમાં પ્લેબેક સીંગર તરીકે પ્રકાશભાઇ પ્રચલિત છે જ.” એક શમણું રંગ ભર્યું” નામે ગુજરાતી પીક્ચરમાં પાર્શ્વગાયક તરીકે છવાઇ ગયાં. ગુર્જરી ટીવી ચેનલ પરથી અનેકવાર પ્રસારીત, મૂળ અવધ ભાષામાંથી ગુજરાતીમાં ભાષાંતરીત “સુંદરકાંડ” અને “હનુમાન ચાલીસા” મ્યુઝીક આલ્બમનાં સંગીતકાર અને મુખ્ય ગાયક તરીકે સર્વત્ર પંકાયા અને વખાણાયા.. શ્રી રામાનંદ સાગરની અતિપ્રચલીત “ રામાયણ” ટીવી સીરીયલના ગુજરાતી સંસ્કરણમાં એક મુખ્ય ગાયક તરીકે લોકહ્રદયમાં પ્રસ્થાપિત થયાં. ઉસ્તાદ જાફર પરવેઝ, શ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાય તથા આશિત દેસાઇ, દ્ક્ષેશ ધ્રુવ, નવીન શાહ, રાસબિહારી દેસાઇ અને પરાશર દેસાઇ જેવી સંગીતશ્રેષ્ઠીઓ પાસેથી સંગીત શીખ્યાં છે અને પ્રેરિત થયાં છે. |
