gujaratismsworld

My blogs

About me

Industry Education
Occupation સી આર સી કો.ઓ.
Location ઢસાગામ ગઢડા ભાવનગર, ગુજરાત, India
Introduction નમસ્તે... હું એક સામાન્ય પ્રકારનો માણસ. આર્થિક રીતે મધ્યમ પરિવારમાં સમાવેશ થાય. હું મારા માતા અને પિતા નો આભારી છું,કારણ કે આજ થી 20 વરસ પહેલા માથે કરજ કરીને મને પુરતું શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો.મારાં પિતા ફક્ત 4 ધોરણ ભણેલાં પણ મને ધોરણ 3 જા થી જ પુસ્તકો લાવી આપતાં.ધોરણ 11 સાયંસ સુધી અભ્યાસ થયો.પછી આર્થિક પરિસ્થિતિ એટલી કથળી કે ના છુટકે પીટીસી કરીને શિક્ષક બન્યો.જિદંગીમાં ક્યારેય ફરિયાદ નથી કરી કે નથી ક્યારેય નીરાશા અનુભવી.બસ જ્યાં સુધી ભણ્યો ત્યાં સુધી ટોપ પર રહ્યો અને મારાં ક્ષેત્રમાં પણ સતત ટોપ પર રહેવા નો પ્રયત્ન કરૂ છું.આજે હું ખુબજ ખુશ છુ.હું એવુ માનુ છુ કે ભગવાને મને મારી કેપેસિટી કરતાં ખુબજ વધારે આપેલ છે.પત્નિ પણ ઘરરખુ અને મારા તમામ સામાજિક વયવ્હારો સાચવી લે તેવી.એક જ લાડલો છોકરો જે મારા કરતાં પણ ખુબજ હોંશિયાર છે. તે અત્યારે ધોરણ 10 માં છે. પણ કોમ્પયુટર અને ઈન્ટર્નેટ વિશે મારાં કરતાં પણ વધારે જાણે છે.
Interests પ્રવાસ, વાંચન, વિચારોનુ આદાન પ્રદાન, કુદરતે બનાવેલ તમામ ચીજ ગમે છે. સેલ ફોન નો મને વધારે પડતો શોખ છે.તમામ પ્રકારના રમુજી ટૂચકાઓ ગમે છે.ખાવાનો ખુબજ શોખ છે.તમામ પ્રકારની શાકાહારી વાનગીઓ ભાવે છે.
Favorite Movies જૂના ગુજરાતી ચલચિત્રો, કોમેડી ચલચિત્રો, રાજકપૂર, રાજકુમાર, અમિતાભ બચ્ચન, નાના પાટેકર, દિલિપકુમારનાં તમામ ચલ ચિત્રો, અંગ્રેજી ચલ ચિત્રોમાં રોમેન્ટીક એકશન અને સાઈન્સ ફિકશન તમામ ચલ ચિત્રો....
Favorite Music હળવું સંગીત ગઝ્લ પોપ અને રિમિક્સ, મન્નાડે કિશોર, રફિ, મુકેશ, અને કૈલાશ ખેર, લતાનો અવાજ ખુબજ ગમે છે.ભજનમાં નારાયણ સ્વામી, અનૂપ જલોટા, નિરંજન પંડ્યા
Favorite Books લગભગ બધાં જ પુસ્તકો, પ્રેમચંદ, ક.મા.મુંશી, ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ, અશવિનિ ભટ્ટ, ચંદ્રકાંત બક્ષી, એલેક્ઝાંડર ડુમા સમર્સેટ મોમ ખુશ્વંત સિંહ, ચેતન ભગત, શેક્સપીઅર, અને હિંદી સાહિત્ય નાં તમામ હાસ્ય લેખકો....